Poems on Astrology

ગ્રહોની રાજનીતિ!

મંગળ આગળ તો શનિ પાછળ,
તો દોડે ચંદ્ર સૌથી આગળ.
પરંતુ ચાલ્યું છે ક્યાં કોઈનું,
આ ગ્રહોની માયાજાળ આગળ!

વર્તે "બુધ" જાણે હોય એક વિજ્ઞાની!
તો અસ્ત ગ્રહોએ પણ વાત સૂર્યની માની!
શનિ કરાવે હાનિ ને રાહુથી ગ્લાનિ,
ને કેતુ બનાવે સાવ અમથા તત્વ જ્ઞાની!

શુક્ર હવાલે છે સુખ-વૈભવની આખે આખી પરિસ્થિતિ,
તો જ્ઞાન કરાવે દેવગુરુ! નમો નમઃ બૃહસ્પતિ.
કરો પુરુષાર્થ કે હોય પ્રારબ્ધ નિતી,
ચાલે તો બસ ગ્રહોની જ રાજનીતિ!

                         - આનંદ "જોશી"

***   ***   ***   ***

જ્યોતિષી દશાનન!

હતો એક જ્યોતિષી મોટો, નામ એનું દશાનન,
નવે ગ્રહોને બંદી કર્યા, ને કર્યું એવું મનન,
રચુ પુત્રનું ભાગ્ય એવું, થાય ન કદી એનું હનન.

શનિ-ગુરુને આદેશ એવો, રહો તમે એકાદશ ભાવે,
બને મેઘનાદ અજેય એવો, મૃત્યુ પણ કદી ન આવે,
ચિંતિત ગ્રહો સૌ એવા, ઉપાય આનો કોઈ ન પાવે.
શિવસંદેશ લઈ ત્યારે નારદ આવે,
નવે ગ્રહોને ત્યારે એમ સમજાવે,
રાખો શનિ પગ દ્વાદશ ભાવે, શનિ હંમેશા મૃત્યુ લાવે.

પ્રશ્વેદ બિન્દુથી શનિએ લઘુ ગ્રહોનું કર્યું નિર્માણ,
"ગુલીકા-મંદી' માં બૃહસ્પતિએ પૂર્યા પ્રાણ.
"અહંકાર" બનશે મૃત્યુનું કારણ, લેશે એના પ્રાણ,
થશે હંમેશા નિયતિ કેરું, એ તું નિશ્ચિત જાણ.
                                         

                                          -આનંદ "જોશી"

Comments